અમદાવાદ શહેરમાં પરિવહન સેવા આપનાર એએમટીએસ દ્વારા અપાતા માસિક સર્વિસ પાસ અને મનપસંદ માસિક સર્વિસ પાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલી એપ્રિલથી ફક્ત ત્રિ-માસિક સર્વિસ પાસ માટે જનમિત્ર કાર્ડ આપવામાં આવશે અને પાસ માટે ફોર્મ ભરતી વખતે આધારકાર્ડ ફરજીયાત આપવાનું રહેશે. નિર્ણય અનુસાર જુના એકપણ પાસ રીન્યુ કરવામાં આવશે નહીં. સમગ્ર પ્રોજેક્ટનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થશે.