કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે હાલમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જોકે, આ વચ્ચે અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTS બસ સર્વિસને લઈનો મોટો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરમાં સોમવાર એટલે કે 18 મેથી AMTSની કેટલીક બસો શરૂ કરવામાં આવી શકે છે. આ માટે પ્રશાસને તમામ બસ કોન્ટ્રાક્ટરોને બસો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે સોમવારથી શરૂ થનાર બસ સર્વિસમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 18મેથી શરૂ થનાર AMTSની બસ સર્વિસમાં એક બસમાં 27થી 30 લોકોને બેસાડવામાં આવશે. ઉપરાંત રેડજોનમાં હાલમાં AMTSની એક પણ બસ દોડશે નહીં. એક અંદાજ મુજબ શહેરમાં 705 પૈકી 100 જેટલી બસો દોડાવવામાં આવી શકે છે. જોકે શહેરમાં બસ સર્વિસ શરૂ કરતાં પહેલા એક સર્વે કરવામાં આવશે અને એ સર્વે અનુસાર બસની કેટલી ટ્રીપ રાખવી તે અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે.