અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી બુધવારે મોડી રાતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરમાં દોડાવાતી એએમટીએસ અને બીઆરટીએસની કુલ મળીને ૯૫૦ થી પણ વધુ બસો અનિશ્ચિત મુદત માટે દોડતી બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરતા શહેરમાં મ્યુનિ.બસોમાં મુસાફરી કરનારા ત્રણ લાખથી પણ વધુ મુસાફરોને ગુરૂવાર સવારથી જ રઝળપાટ કરવાની નોબત આવી પડશે.
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કાંકરીયા લેકફ્રન્ટ,રીવરફ્રન્ટ અને બગીચાઓમાં ચાલતી ગતિવિધિઓ ઉપર અનિશ્ચિત મુદત માટે પાબંધી લગાવવામાં આવ્યા બાદ બુધવારે મોડી રાતે શહેરમાં દોડાવવામાં આવતી એએમટીએસ અને બીઆરટીએસની મળીને ૯૫૦ જેટલી બસો ૧૮ માર્ચને ગુરૂવારે સવારથી જ ના દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે જણાવ્યુ હતું.