અમરેલી તાલુકાના ચાંદગઢ ગામમાં શુક્રવારે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહલગ્નમાં તંત્રની મંજૂરી લેવામાં આવી ન હોવાથી તમામ 17 લગ્નો અટકાવી દેવામાં આવ્યા હતા. અચાનક પોલીસ આવી જવાથી 17 જાન લીલા તોરણે પાછી ફરી હતી. જેથી સમગ્ર મામલે તાલુકા પોલીસે આયોજક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ 17 લગ્નો જે પરિવારોના હતા તથા આંમત્રિત કરાયેલા મહેમાનોમાં પોલીસની દખલગીરીથી ભારે રોષની લાગણી છવાઈ હતી.