સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ પાસે રવિવારે મોડી રાતે આશરે ત્રણ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની બાજુમાં ઝૂંપડું બાંધીને સૂતા પરિવાર પર બેકાબૂ ટ્રક ચડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યા છે. આ સાથે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને 12 લોકોને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યસરકારે મૃતકોના પરિવારને ચાલ લાખ રુપિયાની સહાય કરી છે.