અમરેલી શહેરમાં એક હચમચાવી દેતો બનાવ ઉજાગર થયો છે. અહીં એક 15 વર્ષની સગીરા પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. દીકરી માતાની સામે બેસીને હોમવર્ક કરી રહી હતી. જોકે, દીકરીને મૂંઝણવભરી હાલતમાં જોઈને માતા કંઇક અજુગતું બન્યાનું પારખી ગઈ હતી. આથી જ તેણે દીકરીની નોટબુક આંચકી લીધી હતી...માતા એ જોયું તો તેણી નોટબુકના પન્નાઓ વચ્ચે સુસાઇડ નોટ લખી રહી હતી.