ટ્રાન્સપરન્સી રેન્કિંગ-2024ના અહેવાલ મુજબ દુનિયાના દેશોમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. દુનિયાના સૌથી વધુ અને સૌથી ઓછો ભ્રષ્ટ્રાચાર ધરાવતા દેશોની યાદીમાં ભારતનું સ્થાન 47મું છે. ડેન્માર્કને દુનિયાનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ હોવાનું બહુમાન મળ્યું છે ત્યાર બાદ સિંગાપુર, ન્યુઝીલેન્ડ,લકઝમબર્ગ,નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ,સ્વીડન,નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. દુનિયાના સૌથી ભ્રષ્ટ્ર દેશમાં દક્ષિણ સુદાનને 8 અંક પ્રાપ્ત થયા છે. સુદાન પછી 9 અંક સાથે સોમાલિયા, 10 અંક સાથે વેનેઝુએલા અને 12 અંક સાથે સીરિયા સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં આવે છે.