આજે બીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. વડાપ્રધાન પદ માટેની શપથ વિધિ કાર્યક્રમના સમાપન વખતે રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું અને તેના સન્માન માટે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું પડતું હોય છે પરંતુ આ સરકારમાં મંત્રી બનેલા અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને રાષ્ટ્રગાન ગવાતી વખતે કેવી રીતે ઉભા રહેવું તેના વિશેનું કદાચ જ્ઞાન નહીં હોય તેવું આજે સાબિત થયું છે. તેઓ રાષ્ટ્રગાન ગવાતી વખતે બન્ને હાથ સાથે સાવધાનની સ્થિતિમાં ઉભા રહ્યા ન હતા પણ પોતાના બન્ને હાથ આગળ બાંધીને ઉભા હતા, આમ એક પ્રકારે રાષ્ટ્રગાનનું અપમાન થયું હોય એમ કહી શકાય. આખી લોકસભાની ચૂંટણી દરમિયાન દેશભક્તિની અને રાષ્ટ્રવાદની વાતો કરનાર ભાજપના રાષ્ટ્ર પ્રમુખ અને નરેન્દ્ર મોદીની સરકારમાં કેબીનેટ મંત્રી બનનાર અમિત શાહે સરેઆમ રાષ્ટ્ર્ગાનનું અપમાન કર્યું છે.