ભારતીય નાગરિકોને ચીનથી એરલિફ્ટ કરવાના ઓપરેશનનું નેતૃત્વ એર ઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે કર્યું. અમિતાભે શનિવારે કહ્યું કે, સમગ્ર ક્રૂ પહેલી વખત કોરોના વાયરસ પ્રભાવિત વિસ્તારમાં જઇ રહ્યું હતું... કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારતીયોના પહેલા ગ્રુપને કાઢવામાં લગભગ સાત કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી. દરેક વ્યક્તિને તબીબી તપાસ અને ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.