મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ ' પ્રોજેક્ટ કે ' નાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ભજવતી વખતે પાંસળીમાં ગંભીર ઇજા થઇ છે. અમિતાભ તરત જ મુંબઈ પાછા આવી ગયા છે અને હવે કેટલાંક સપ્તાહ સુધી તેમણે ઘરે બેડ રેસ્ટ લેવો પડે તેમ છે. અમિતાભને ઇજા થયાનું જાણી તેમના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. સોશિયલ મીડિયા પર તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાનો ધોધ વહ્યો હતો