રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજ્યા. આ ખાસ પ્રસંગે તેમની સાથે પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતા. ફાળકે પુરસ્કાર મેળવ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું- "હું ભારત સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સભ્યો અને જ્યુરીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓએ મને યોગ્ય માન્યો." સાથે જ તેમણે કહ્યું કે શું દાદા સાહવ ફાલ્કે પુરસ્કાર મળવાનો અર્થ છે કે, હવે કામ પૂરુ થઈ ચૂક્યું છે અથવા મારે હજી વધુ કામ કરવાનું બાકી છે.