Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચાહકો જેમને સદીના મહાનાયક કહે છે તે અને કુછ દિન તો ગુજારો ગુજરાતમેં...કહેનાર કલાકાર અમિતાભ બચ્ચન આજે ગુજરાતના મહેમાન થયાં હતા. વડોદરામાં બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અને વડોદરાના રાજમાતા શુંભાગિની દેવીના હસ્તે તેમને સયાજી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 4 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં અમિતાભ બચ્ચનનું સંસ્કારનગરીએ સન્માન કર્યું હતું. આ પહેલા આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. એરપોર્ટથી તેઓ લક્ષ્મી વિલાસ મહેલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ તેમની સાથે ભોજન લીધુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ