હરિયાણાના જિંદમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિશાળ યુવા હુંકાર રેલી યોજાઇ હતી. આ રેલીને અટકાવવા માટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ રીટ ફગાવી દીધી હતી અને ટકોર કરી હતી કે પબ્લિસિટી માટે યાચિકા કરવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે ભાજપ દ્વારા રેલી માટે તડામાર તૈયાર કરવામાં આવી હતી.