ભાજપ અધ્યક્ષ અમિત શાહ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પક્ષની તૈયારીઓ માટે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે આ મહિનાના અંત સુધીમાં તેલંગાણાનો પ્રવાસ કરશે. આ માહિતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે લક્ષ્મણ દ્વારા બુધવારે આપવામાં આવી હતી. લક્ષ્મણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેલંગાણામાં ભાજપ લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, 'આ મહિનાના અંત સુધીમાં યોજાનારી નિઝામાબાદની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાગ લેવાના છે'.