બે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે માંડ દસ દિવસ બાકી છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે આક્રમક પ્રચાર કરવા રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે તેમણે મહારાષ્ટ્રમાં ચાર સભા સંબોધી હતી. સાંગલીની સભામાં શાહે કહ્યું કે, મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતને અખંડ કર્યું છે. આખો દેશ કાશ્મીરનું એકીકરણ ઈચ્છતો હતો, ત્યારે કોંગ્રેસ-એનસીપીએ વિરોધ કર્યો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 ઓગસ્ટથી 5 ઓક્ટોબર થઈ ગઈ, એક ગોળી ના છોડવી પડી. હવે એક પણ ભારતીય જવાન શહીદ થશે, તો 10 દુશ્મન મારીશું.