ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ફરી એક વખત પોતાના ચિત્ર-વિચિત્ર નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. અગરતલા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ભાજપ માત્ર ભારતમાં જ નહીં પણ પાડોશી દેશોમાં વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહ્યું છે તેવો દાવો કર્યો હતો. તેમણે નેપાળ અને શ્રીલંકાને લઈને ભાજપની કથિત મહત્વકાંક્ષાઓનો ખુલાસો કર્યો હતો.
વિપ્લવ દેવે જણાવ્યું કે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે પોતે નેપાળ અને શ્રીલંકામાં પોતાની સરકાર બનાવવાની યોજના ધરાવે છે તેમ કહ્યું હતું. મુખ્યમંત્રી વિપ્લવ દેવે 2018માં અમિત શાહ સાથે થયેલી વાતચીતનો હવાલો આપીને અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે આ વાત કહી હતી એમ જણાવ્યું.