૧૭મી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી હાંસલ કર્યા બાદ ગુરુવારે ભારતના વડા પ્રધાનપદે પોતાના મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રાલયોની ફાળવણી કરી છે. મોદી સહિત ૫૮ સભ્યોના મંત્રીમંડળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એન્ટ્રી થઈ છે તો પૂર્વ વિદેશ સચિવ એસ . જયશંકરનો આૃર્યજનક સમાવેશ કરાયો છે. કેબિનેટમાં મોદી સિવાય ૨૪ કેબિનેટ સ્તરના, ૯ રાજ્યકક્ષાના અને ૨૪ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનો છે. શુક્રવારે હાથ ધરાયેલી મંત્રાલયોની ફાળવણીમાં અમિત શાહને ગૃહમંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. આ સાથે અમિત શાહ સત્તાવાર રીતે મોદી સરકારમાં નંબર ટુ બની ગયા છે. અગાઉના મંત્રીમંડળમાં ગૃહપ્રધાન રહેલા રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલયનો હવાલો અપાયો છે. જ્યારે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એન્ટ્રી મનાતા એસ જયશંકરને વિદેશમંત્રી બનાવાયા છે.