કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી કદાચ તેનુ ખાતુ પણ નહિ ખોલી શકે. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ દ્વારા કટ્ટરપંથ વિરોધી એકમની સ્થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે જેને કેન્દ્ર અને અન્ય રાજ્યો વિચારી શકે છે.