લોકસભામાં કાશ્મીરના પુનર્ગઠન બિલને મંજૂરી મળવા સાથે રાષ્ટ્રપતિના વટહુકમને પણ મંજૂરી મળી ગઈ છે, જેના આધારે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાષ્ટ્રપતિએ આ અંગે વટહુકમ જારી કર્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યસભામાં તેની જાણ કરી હતી. રાજ્યસભામાં અનેક વિવાદો અને ચર્ચા બાદ આ વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. મંગળવારે લોકસભામાં પણ આ વટહુકમને મંજૂરી આપવામાં આવતા કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ ૩૭૦ના ખંડ ૩ હેઠળ રાષ્ટ્રપતિને અપાયેલા વિશેષાધિકાર હેઠળ જ તેમણે આ આર્ટિકલને રદ કરવાનો નિર્ણય લીધો હતો. તેના માટે તેમણે માત્ર સંસદને જાણ કરવાની હોય છે. તેમ છતાં સરકાર દ્વારા બંને ગૃહોમાં તેની રજૂઆત કરાઈ હતી અને બંને ગૃહોમાં તેને મંજૂરી પણ આપવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનઃગઠન બિલ રજૂ કર્યું હતું. વિપક્ષોએ આ દરમિયાન હંગામો મચાવ્યો હતો. એક તબક્કે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યંું હતું કે કાશ્મીરનો મુદો ૧૯૪૮થી સંયુક્ત રાષ્ટ્રમાં વિચારાધીન છે અને યુએનની સમિતિ તેનું વખતોવખત મોનિટરિંગ કરે છે, આથી તે ભારતનો આંતરિક મુદ્દો કેવી રીતે હોઈ શકે? સરકાર બંધારણના નિયમોનો ભંગ કરીને કાશ્મીર માટે નિર્ણયો લઈ રહી છે. આ મુદ્દે ચૌધરી અને શાહ વચ્ચે તીખી ચકમક ઝરી હતી. શાહે કોંગ્રેસને અણિયાળો સવાલ પૂછયો હતો કે કોંગ્રેસ કાશ્મીર મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરે. આને શું કાશ્મીર મુદ્દે કોંગ્રેસનું વલણ ગણવું? શાહના સવાલ પછી કોંગ્રેસ તમામ બાજુથી ઘેરાઈ ગઈ હતી.