કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં ગંગામાં ડુબકી લગાવી હતી. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સપાના વડા અખિલેશ યાદવે પણ ડુબકી લગાવી હતી જ્યારે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડુબકી લગાવવા પ્રયાગરાજ આવી શકે છે. દરમિયાન હાલ અમિત શાહ અને અન્ય નેતાઓ, સંતોની ગંગામાં ડુબકીની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.