કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી માટે આજથી પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે તેમણે પ્રચારની શરુઆત કરી છે.
સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી છે. અમિત શાહે એક સભા પણ સંબોધી, જેમાં તેમણે જણાવ્યુ કે 1500 રાજનીતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા છે.એક બુથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે.