કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઇન્ટરપોલની (INTERPOL) તર્જ પર CBIએ (Central Bureau of Investigation) બનાવેલા ‘ભારતપોલ’ પોર્ટલને (BHARATPOL) લૉન્ચ (launch) કર્યું છે. આ નવું પોર્ટલ તમામ તપાસ એજન્સીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત અન્ય દેશો સાથે સંકળાયેલા ગુનાઓની બાબતમાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. ભારતમાં ગુનો આચરીને વિદેશ ભાગી જનારા ગુનેગારોને પણ પોર્ટલ દ્વારા ભારતમાં લાવવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે. વિદેશમાં છૂપાયેલા મોસ્ટ વોન્ટેડ અપરાધીઓ પર સકંજો કસવા માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.