કર્ણાટકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકારને ખુલ્લો પડકાર ફેંકી કોંગ્રેસના શાસનમાં ભાજપના બે ડઝનથી વધારે કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલમાં નાખીશું. અમિત શાહે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટુંક સમયમાં જ ભાજપ સરકાર બનતા અહીં ન્યાય થશે.