ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેમને કર્ણાટકમાં દલિતોના વિરોધનો સામનો કરવો પડયો હતો. એક સભા દરમ્યાન એક દલિત યુવકે કેન્દ્રીય પ્રધાન અનંતકુમારના બંધારણમાં ફેરફાર કરાશે વાળા નિવેદન અંગે સવાલ પૂછતા આ યુવકને સ્થળ પરથી કાઢી મુકવામાં આવ્યો હતો. યુવકને કાઢી મુકવાને પગલે બાકી દલીતો પણ ત્યાંથી જતા રહ્યા હતા.