મધ્ય પ્રદેશમાં રાજકીય ધમાસાણ ચાલુ છે. એવી અટકળો વહેતી થઈ રહી છે કે, કમલનાથ સરકાર ધરાશાયી થઈ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મનાતા 17 કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા છે અને ત્યાં કોઈ રિસોર્ટમાં રોકાયા છે. કહેવાય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ શકે છે. સુત્રોનું માનીએ તો, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.