મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Reshuffle) બુધવાર સાંજે થશે. વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે પહેલીવાર કેબિનેટ વિસ્તરણ કર્યુ છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, જેના માટે ઔપચારિક રીતે આમંત્રણ પાઠવવવામાં આવ્યું હતું. આ નવા મંત્રી મંડળમાં 43 સાંસદો મંત્રી તરીકે શપથ લીધા જેમાં ગુજરાતમાંથી (Gujarat Mps in Cabinet) 3 નવા ચહેરા સાથે 2 વર્તમાન મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. નવા મંત્રી મંડળમાં અલગથી સહકાર વિભાગનું ખાતું તૈયાર કરવામાં આવ્યું છે. આજે મોડી રાતે થયેલી ખાતાફાળવણીમાં ગૃહમંત્રી અમિત શાહને નવો સહકાર વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે જ્યારે મનસુખ માંડવીયા પર વડાપ્રધાન મોદીએ નવા સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયને તેના અંદર મર્જ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પરષોત્તમ રૂપાલાના ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતના સાંસદોને નવા ક્યા ક્યા ખાતા મળ્યા
રાજ્યના નવા સાંસદો પૈકી દર્શના જરદોશને રેલવે અને ટેક્સટાઇલ વિભાગમાં રાજ્યમંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે દેવુસિંહ ચૌહાણને સંચાર વિભાગમાં રાજ્ય મંત્રીનો વિભાગ સોંપવામાં આવ્યો છે જ્યારે ડૉ. મહેન્દ્ર મુંજપરાને મહિલા-બાળ વિકાસ અને આયુષ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નવા મંત્રીમંડળમાં મોટા ફેરબદલ
- પુરષોતમ રૂપાલાને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીિંગ મંત્રાલય મળ્યું.
- મીનાક્ષી લેખી વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયનું રાજ્ય મંત્રાલય બને છે.
- અનુરાગસિંહ ઠાકુરને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને યુવા બાબતો અને રમત મંત્રાલય મળે છે.
- ગિરિરાજ સિંહને ગ્રામીણ વિકાસ મંત્રાલય મળ્યું.
- ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયો મળ્યા.
- અશ્વિની વૈષ્ણવને રેલ્વે, આઈટી અને કોમ્યુનિકેશન મળે છે.
- હરદીપસિંહ પુરીને શહેરી વિકાસ, આવાસો અને પેટ્રોલિયમ મંત્રાલયો મળ્યા.
- જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયનનું મંત્રાલય મળ્યું.
ગુજરાતનો દબદબો
આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીના મંત્રી મંડળમાં આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની બેઠકોના સાંસદના છે. ગૃહમંત્રી શાહ ગાંધીનગરના સાંસદ તો વિદેશ મંત્રી એસ.જયશંકર રાજ્યસભાના સદસ્ય છે. આમ ગુજરાતનો મોદી મંત્રીમંડળમાં હવે ડંકો વાગશે. આ મંત્રી મંડળ વડાપ્રધાન મોદીનું સોશિયલ એન્જિનિયરીંગ જોવા મળે છે.
નરેન્દ્ર મોદીના (Narendra Modi) સોશિયલ એન્જિનિયરિંગને (Social Engineering) પારખવામાં સૌ કોઈ થાપ ખાઈ જાતું હોય છે, કોની વરણી કયાં અને કયારે થશે તે કહેવું દર વખતે અઘરૂ હોય છે, નામનો ચર્ચા બીજા કોઈની થાય છે અને સ્થાન બીજા કોઈને મળે છે, રામભાઈ મોકરિયા હોય કે પછી દિનેશભાઈ અનાવાડિયા કે પછી હોય જુગલજી ઠાકોર, આ એવા નામ છે જે કયારેય ચર્ચામાં આવ્યા નથી.