કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આજે એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. તેઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ગઇ કાલે જ એઇમ્સે નિવેદન રજૂ કરતા કહ્યું હતું કે, “ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થઇ ચૂક્યાં છે અને તેઓને જલ્દીથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.” ત્યારે 12 દિવસની સારવાર બાદ સોમવારે તેઓને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ડિસ્યાર્જ કરવામાં આવ્યાં છે.
જણાવી દઇએ કે અમિત શાહ 18 ઓગસ્ટના રોજ સામાન્ય તાવની ફરિયાદને કારણે દિલ્હીની એઇમ્સમાં ભરતી થયા હતાં. અંદાજે 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી. ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાર બાદ તેઓને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જો કે 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેઓ હોમ આઇસોલેશનમાં હતાં.