રાજ્યની પેટાચૂંટણીમાં ત્રણ મહત્ત્વની બેઠકો ગુમાવ્યા બાદ નારાજ અમિત શાહે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરના એક જાહેર કાર્યક્રમમાં જવાનું ટાળીને તાકીદની બેઠક બોલાવીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખૂબ ઠપકો આપ્યો હતો. તેમની સાથે જાડેજા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી તથા ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કે સી પટેલને પણ અમિત શાહે ખૂબ તતડાવ્યા હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.