તમિલનાડુમાં વિધાનસભા (Tamil Nadu Politics)ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે આજે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે બેઠક યોજાઈ હતી, જે દરમિયાન ગઠબંધનનો માર્ગ મોકળો થયો છે. અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે AIADMK, BJP અને તમામ પક્ષો આગામી તમિલનાડુની ચૂંટણી સાથે મળીને લડશે. આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે AIADMK નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે.