2019ની લોકસભાની ચૂંટણી માટે ફરી એકવાર ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે. ભાજપ વિકાસના એજન્ડાની સાથે આગળ વધી રહ્યું છે. રાજકીય ફાયદ અને ધાર્મિક ધ્રુવીકરણ ભાજપનો એજન્ડા નથી. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે તેઓ એવું કંઈપણ નહીં કરે જેનાથી રાજકીય માહોલ કોમવાદી રંગ પકડે.