ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં કૉંગ્રેસના સુપડા સાફ થયા બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓએ હારની જવાબદારી સ્વીકારીના રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેમણે હાઇકમાન્ડને જાણ કરી દીધી છે. રાજીનામા અંગે તેઓ સાંજે પત્રકાર પરિષદ કરીને સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ તેમણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ગુજરાતના છ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં માઠા પરિણામ બાદ કૉંગ્રેસ પાર્ટીને આશા હતી કે તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે. જોકે, પરિણામો તેમની ગણતરીથી બિલકુલ ઉલટા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કૉંગ્રેસ પાર્ટી ભૂંડી રીતે હારી છે.