કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે અયોગ્ય ટિપ્પણી કરનાર રિપબ્લિક ભારત TVના એડિટર અરનબ ગોસ્વામી વિરુદ્ધ બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરિયાદ નોંધાવી છે.
મીડિયા સાથે વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, હાલમાં દેશ કોરોનાની મહામારી વચ્ચે લડત લડી રહ્યો છે. આવા સમયે લોકોની સાથે રહેવાને બદલે ક્યાંકને ક્યાંક લોકોની ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવા માટે અને કોંગ્રેસ પક્ષના નેતાઓને બદનામ કરવા માટે જે રીતે રિપબ્લિક TVના એડિટર અરનબ ગોસ્વામી દ્વારા જે ઉચ્ચારણો કરવામાં આવ્યાં છે, હું માનુ છું કે તે નિંદનીય છે. પેરોલ પર કામ કરનાર અરનબ ગોસ્વામી જેવા લોકોએ ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને બદનામ કરવાના પ્રયત્ન કરાયો છે. જેથી તેની સામે ચોક્ક્સ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.