બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન અને ક્રિકેટ જગતમાં હરિયાણા એક્સપ્રેસ તરીકે ઓળખાતા બૉલર કપિલ દેવને દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે એવી ઔપચારિક જાહેરાત મંગેશકર પરિવાર તરફથી કરાઇ હતી. છેલ્લાં કેટલાંક વરસોથી સ્વર કિન્નરી લતા મંગેશકર પોતાના પિતાની સ્મૃતિમાં દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરે છે. આ વર્ષનો એવોર્ડ એવો ૭૫મો એવોર્ડ સમારોહ હશે જેમાં આમિર ખાનને ફિલ્મ જગતના પ્રદાન માટે અને કપિલદેવને ક્રિકેટમાં વિશિષ્ટ પ્રદાન માટે પસંદ કરવામાં આવ્યા છે.