બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને પોતાની આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાંથી અનુષ્કા શર્માને કઢાવી નાખી હોવાની વાતો કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી. બોલિવૂડલાઇફ ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ આમ તો આ બંને પીકે ફિલ્મ સાથે કરી ચૂક્યાં છે અને બંને વચ્ચે સારો એવો મનમેળ પણ સ્થપાઇ ચૂક્યો હતો.