બોલિવૂડ એક્ટર અને સાંસદ સની દેઓલ આ દિવસોમાં તેની ફિલ્મ ગદર 2ને લઈને સતત ચર્ચામાં છે અને પોતાની નવી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ગદર-2 બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી રહી છે પરંતુ આ દરમિયાન સની દેઓલે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલે જાહેરાત કરી છે કે તે વર્ષ 2024માં કોઈ ચૂંટણી લડવા માંગતો નથી, તેણે કહ્યું કે હું અત્યારે જે કરી રહ્યો છું તે એક અભિનેતા તરીકે પણ કરી શકું છું. રાજકારણ આપણા પરિવાર માટે નથી