રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે સુરતના આઠવા વિસ્તારમાંથી ફરીથી ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતાઓ વચ્ચે આઠવા વિસ્તારનાં એક એપાર્ટમેન્ટમાંથી કોરોનાવાયરસથી એકસાથે નવ લોકો સંક્રમિત થયા છે. જેના કરાણે હાલ વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. પાલિકાએ એુપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે. આ સાથે એપાર્ટમેન્ટની બહાર બે સિક્યુરિટી ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે.