કેનેડા માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત વિરુદ્ધ નિવેદન આપતાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો. જોકે આ રાજકીય વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા હજુ પણ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા સમર્પિત છે. ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક સત્તા છે અને તેની અવગણના ન કરી શકાય.