છેલ્લા કેટલાક વર્ષોથી એરફોર્સના મિગ ૨૧ વિમાનના ક્રેશ થવા સહિતના અકસ્માતોની ઘટનાઓ વધી છે. જેમાં અનેક જવાનો અને પાયલટે જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ભારતીય એરફોર્સે બધા જ મિગ-૨૧ વિમાન પર હાલ રોક લગાવી દીધી છે. તેથી આ વિમાન હાલ ઉડાવવામાં નહીં આવે. તાજેતરમાં જ રાજસ્થાનમાં એક મિગ-૨૧ વિમાન ક્રેશ થઇ ગયું હતું. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.