મોડી રાત્રે ઢાકા એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો હોવા છતાં એર ઈન્ડિયાએ ટૂંકી સૂચના પર વિશેષ ચાર્ટર ફ્લાઈટ ચલાવી હતી. તે 199 મુસાફરો અને 6 બાળકોને લઈને ઢાકાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને આજે સવારે દિલ્હી પહોંચી હતી. એર ઈન્ડિયાના સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે.