Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી બબાલ થયાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ 24 પરગણામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
EVM VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધું
મતદાનના સાતમા તબક્કાની શરૂઆતના થોડા સમય પછી, સમાચાર આવ્યા કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડે કથિત રીતે EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા હતા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ