ભારતમાં કોરોના વાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે સરકારએ તૈયારીઓ તેજ કરી દીધી છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કેસમાં અચાનક વધારો થયો છે. જોકે કોરોનાની આ નવી સ્પાઇક ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા જેટલી ખતરનાક નહીં હોય. ભારતમાં 10 લાખ લોકો પર બે લોકો કોરોનાથી સંક્રમિત છે. કેરળમાં એક દિવસમાં 1800 કેસ (Kerala Corona Case) પછી, ત્યાંની સરકારે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. શનિવારે સમગ્ર દેશમાં 6150 કેસ નોંધાયા છે.