મળતી માહિતી અનુસાર મનમોહન સિંહ, સોનિયા ગાંધી, CDS બિપીન રાવત જેવા અનેક મોટા રાજનેતાઓ-અધિકારીઓની ચીન દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. 24 મુખ્યમંત્રીઓ, 350 સાંસદોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ સિવાય સેના સાથે જોડાયેલા લોકોની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. આમાં ચીનની 2 જાસૂસી કંપનીઓના નામ સામે આવ્યા છે.
શેનઝેન ઇન્ફોટેક-ઝેન્હુઆ ઇન્ફોટેક કંપનીઓ જાસૂસી કરી રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી માટે કંપનીઓ જાસૂસી કરતી હોવાનું સામે આવ્યું છે. કંપનીઓ આ તમામ વ્યક્તિઓના રિયલ ટાઈમની માહિતી મેળવી રહી છે.
આ કંપનીઓ પ. બંગાળના સીએમ મમતા બેનર્જી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકની પણ જાસૂસી કરી રહ્યા છે.