ભારતીય વાયુ સેના(IAF) એલએસીના પૂર્વ સેક્ટરમાં વધતા તણાવ વચ્ચે આગલા મહિનાની શરુઆતમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં શક્તિ પ્રદર્શન કરીને યુદ્ધાભ્યાસ કરશે. ભારતીય વાયુસેના ફેબ્રુઆરી 2023ની શરુઆતમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ફાઈટર જેટ્સ, હેલીકૉપ્ટરો અને અન્ય વિમાનો અને ડ્રોન સાથે એક પ્રમુખ હવાઈ યુદ્ધ અભ્યાસ કરશે