ગુજરાત સહિત ભારતમાં કોરોના નો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જેથી રાજ્યમાં સ્કૂલોને કોરોનાની ગાઇડલાઇન સાથે સ્કૂલો શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે.
તો બીજી તરફ આજથી રાજ્યભરમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની નિદાન કસોટી શરૂ થઇ રહી છે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને ફોર્મેટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 11 વાગેથી બપોરે 1 વાગે સુધી લેવાશે જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં લેવાશે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 40 માર્કની જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની 80 માર્કની પરીક્ષા લેવાશે. આજથી શરૂ થનાર પરીક્ષા 22 માર્ચના રોજ પૂર્ણ થશે.