મહારાષ્ટ્ર સરકારે છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી IAS પૂજા ખેડકરને મસૂરી એકેડમીમાં પરત મોકલી દીધી છે. રાજ્ય સરકારે પૂજા ખેડકરની તાલીમ રદ કરી છે. MBBS ડોક્ટર IAS બનેલી પૂજા ખેડકર પર IAS બનવા માટે ખોટા મેડિકલ અને OBC પ્રમાણપત્ર (નોન-ક્રીમ લેયર)નો ઉપયોગ કરવાનો આરોપ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી પેનલનો રિપોર્ટ આવે તે પહેલા રાજ્ય સરકારે ખેડકર સામે કાર્યવાહી કરી છે.