ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ અનેક માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો સુખદ અંત આવ્યો છે એટલે ગુજરાત સરકાર અને એસટીના કર્મચારીઓ વચ્ચે સમાધાન થઇ ગયુ છે. દિવાળી પહેલા જ હજારો કર્મચારીઓને ભેટ મળી ગઇ છે. આ મામલે કર્મચારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે