એમેઝોને ભારતમાં ફૂડ આઉટલેટ શરુ કરવા મંજૂરી માંગી. જેથી તે તેના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે મળીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે. કંપનીએ કહ્યું કે, અમે ભારતમાં ઈ-કોમર્સ સહિત ઓફલાઈન કે ઓનલાઈન અથવા કોઈ પણ ચેનલ દ્વારા કોઈ પણ સ્થળે ગ્રાહકોને સ્થાનિક ઉત્પાદીત ફૂડ પ્રોડક્ટ પૂરી પાડવા માંગીએ છીએ. કંપની આ પ્રોજેક્ટમાં 5 વર્ષમાં 3500 કરોડનું રોકાણ કરશે.