અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં USના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ સિંઘ ધાલિવાલની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે હ્યુસ્ટનના નોર્થવેસ્ટ હેરિસ કાઉન્ટીમાં ટ્રાફિક થંભ્યો તે દરમિયાન એક વાહનમાં એક મહિલા અને પુરુષ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક વાહનમાં સવાર પુરુષે બહાર આવી સંદીપ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપી શોપિંગ સેન્ટર તરફ ભાગી ગયો હોવાનું સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.