અમેરિકાની યાત્રાના અંતિમ દિને વડાપ્રધાન મોદીએ 'રોનાલ્ડ રીગન સેન્ટર'માં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું તે કાર્યક્રમમાં હોલીવૂડ સિંગર મેરી મિલબેને મંચ ઉપરથી ભારતીય રાષ્ટ્રગીત 'જન-ગણ-મન-અધિનાયક' ગાયું તે પછી તેઓએ મંચ ઉપર ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા. તેનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે.