અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદ પધારી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના બે દિવસના પ્રવાસઅર્થે ભારત આવી રહ્યા છે. જેમાં તેમની અમદાવાદની મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જોકે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિની સુરક્ષામાં અમદાવાદ એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઇ ચૂક્યુ છે. ગુજરાતભરના 16,000થી વધારે પોલીસ કર્મીઓને અમદાવાદમાં મહત્વના સ્થળોએ તૈનાત કરી દેવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓની તૈનાતી સાથે અમેરિકાની સિક્રેટ સર્વિસના અધિકારીઓ તથા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને ખાસ સુરક્ષા એજન્સીઓ પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત રહેશે.